Bapa Sitaram - Param Pujya Sant Shiromani Sadguru Dev Shree Bajrangdasbapa (Bagdana)॥ Dhayan mulam guru murti puja mulam guru padam, ॥ ॥ Mantra mulam guru vakyam moksh mulam guru krupa. ॥ ॥ Guru govind dono khade, kisko lagoo paay, ॥ ॥ bali haari guru aapki, jo govind diyo dikhay. ॥
Protected by Copyscape Online Plagiarism Tool

All about Bapa Sitaram, Bajrangdas Bapa

Translate

Shree Ram Navami Post By Bapa Sitaram

  1 એપ્રિલે આ વિધિથી કરજો, ભગવાન શ્રીરામની પૂજા
ચૈત્ર શુક્લ નવમી(આ વખતે 1 એપ્રિલ, રવિવાર)ના રોજ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઘણા ઉલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવે છે. હિન્દુ ધર્માવલંબી આ દિવસે ભગવાન શ્રીરામનું નિમિત્ત વ્રત રાખે છે તથા વિશેષ પૂજા પણ કરે છે. ભગવાન શ્રી રામની પૂજા વિધિ આ પ્રકારે છે...

શ્રીરામનવમીના દિવસે સવારે વહેલા નિત્યકર્મોથી નિવૃત્ત થઈ પોતાના ઘરના ઉત્તર ભાગમાં એક સુંદર મંડહ બનાવો. તેની વચ્ચોવચ એક યજ્ઞકુંડ(વેદી) બનાવો. તેની વચમાં ભગવાન શ્રીરામ અને માતા સીતાની મૂર્તિને સ્થાપિત કરો. શ્રીરામ અને માતા સીતાની પંચોપચાર(ગંધ, ફૂલ, ધૂપ, દીપ)થી પૂજા કરો.

ત્યારબાદ આ મંત્ર બોલો...

मंगलार्थ महीपाल नीराजनमिदं हरे।

संगृहाण जगन्नाथ रामचंद्र नमोस्तु ते।।

ऊँ परिकरसहिताय श्रीसीतारामचंद्राय कर्पूरारार्तिक्यं समर्पयामि।


ત્યારબાદ કોઈ પાત્ર(વાસણ)માં કર્પૂર તથા ઘીની બત્તી(એક કે પાંચ અથવા અગિયાર) પ્રગટાવી ભગવાન શ્રીસીતારામની આરતી ઊતારો અને ગાઓ...

आरती कीजै श्रीरघुबर की, सत चित आनंद शिव सुंदर की।।

दशरथ-तनय कौसिला-नंदन, सुर-मुनि-रक्षक दैत्य निकंदन,

अनुगत-भक्त भक्त-उर-चंदन, मर्यादा-पुरुषोत्तम वरकी।।

निर्गुन सगुन, अरूप, रूपनिधि, सकल लोक-वंदित विभिन्न विधि,

हरण शोक-भय, दायक सब सिधि, मायारहित दिव्य नर-वरकी।।

जानकिपति सुराधिपति जगपति, अखिल लोक पालक त्रिलोक-गति,

विश्ववंद्य अनवद्य अमित-मति, एकमात्र गति सचारचर की।।


शरणागत-वत्सलव्रतधारी, भक्त कल्पतरु-वर असुरारी,

नाम लेत जग पवनकारी, वानर-सखा दीन-दुख-हरकी।।

आरती के बाद हाथ में फूल लेकर यह मंत्र बोलें-

नमो देवाधिदेवाय रघुनाथाय शार्गिणे।


चिन्मयानन्तरूपाय सीताया: पतये नम:।।

ऊँ परिकरसहिताय श्रीसीतारामचंद्राय पुष्पांजलि समर्पयामि।

ત્યારબાદ ફૂલ ભગવાનને ચઢાવી દો અને આ શ્વોક બોલીને પ્રદક્ષિણા કરો...

यानि कानि च पापानि ब्रह्महत्यादिकानि च।

तानि तानि प्रणशयन्ति प्रदक्षिणपदे पदे।।


ત્યારબાદ ભગવાન શ્રીરામને પ્રણામ કરો અને કલ્યાણની પ્રાર્થના કરો.

રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની મૂર્તિ દાન કરવાનું મહત્વ શ્રીઅગસ્ત્યસંહિતામાં કહેવામાં આવ્યું છે. પ્રતિમા સોના, પત્થર, કે લાકડાની પણ હોઈ શકે છે. સોનાના પતરા ઉપર શ્રીસીતારામજીનું રેખાચિત્ર અંકિત કરીને પણ તેને દાન કરી શકો છો.

આ પ્રકારે પૂજા કરવાથી ભગવાન શ્રીરામ ભક્તો ઉપર કૃપા કરે છે અને તેમની દરેક મનોકાના પૂરી કરે છે.



Article By: Divya bhaskar

0 Feedback:

Post a Comment